क्राइमगुजरातटॉप न्यूज़राज्य

KHEDA સણસોલીમાં ભાજપ MLA સહિત 8 લોકો 10 કરોડની જમીન પચાવી પાડવાની ફિરાકમાં, હાઇકોર્ટમાં કરાઈ અરજી

KHEDA સણસોલીમાં ભાજપ MLA સહિત 8 લોકો 10 કરોડની જમીન પચાવી પાડવાની ફિરાકમાં, હાઇકોર્ટમાં કરાઈ અરજી

મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ

બારૈયામહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારૈયા : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં વાત્રક નદીના કાંઠે સણસોલી ગામ આવેલું છે. આ ગામમાં ભાજપ MLA સહિત 8 લોકો 10 કરોડની જમીન પચાવી પાડવાની ફિરાકમાં છે, જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ વાત્રક નદીના કાંઠે  આવેલ સણસોલીમાં ખાનગી ટ્રસ્ટ બંસીવાલા ટ્રસ્ટની 10 કરોડ કિંમતની 22 વીઘા જમીન પચાવી પાડવા માટે ભાજપના મહેમદાવાદ  ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં  સીએમ ભુપેન્દ્ર પટેલના પહેલા કાર્યકાળ (2021-2022)માં ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રહી ચૂકેલા અર્જુનસિંહ ચૌહાણ સહિત 8 લોકો સામે લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત તપાસ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને કાર્યવાહી ન કરતા ફરિયાદી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ  કરવામાં આવી હતી.

મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારૈયા

આ સમગ્ર મામલે મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારૈયાએ જણાવ્યું કે સણસોલીમાં સર્વે નંબર 607 અને 624ની જમીન અંગે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ આવી છે. ફરિયાદીએ હાઇકોર્ટમાં પણ અરજી કરી છે. હાઇકોર્ટે સૂચના આપી છે કે વહેલી તકે અરજીનો નિકાલ કરવામાં આવે. હાઇકોર્ટની સૂચના મુજબ પ્રશાસન ચૂંટણીના કામ સાથે આ અરજી પર કામ કરી રહ્યું છે. 

આ સમગ્ર મામલે ખેડા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ખેડા પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. સામે મહેમદાવાદના ભાજપ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખુલાસો કર્યો છે કે તેમના વિરુદ્ધના આ આક્ષેપો પાયાવિહોણા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×