क्राइमटॉप न्यूज़राज्य

વડોદરા લારીધારક યુવાનને જીવલેણ માર મારનાર બે કોન્સ્ટેબલ અને PCR વાનના ડ્રાઈવર સામે નોંધાયો ગુનો

વડોદરા  લારીધારક યુવાનને જીવલેણ માર મારનાર બે કોન્સ્ટેબલ અને PCR વાનના ડ્રાઈવર સામે નોંધાયો ગુનો

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આમલેટની લારી ચલાવતા  યુવાનને જીવલેણ માર મારનાર બે કોન્સ્ટેબલ અને PCR વાનના ડ્રાઈવર સામે આખરે ગુનો નોંધાયો છે. ફૈઝાન નામના યુવાનને જીવલેણ માર મારનાર કોન્સ્ટેબલ મહંમદ સલીમ, રઘુવીર ભગત તેમજ  PCR વાનના ડ્રાઈવર કિશન સામે સયાજીગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તો સામે લારીધારક ફૈઝાન સામે પણ સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ ફૈઝાનની હાલત નાજુક છે. 

3 પોલીસકર્મીએ યુવકને વાનમાં 2 કિમી ઢસડ્યો હતો હતો

વડોદરામાં મોડીરાત્રે પોલીસની બર્બરતાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે આમલેટની લારી બંધ કરાવવા મામલે પોલીસ અને  યુવક વચ્ચે તકરાર થઈ હતી. પોલીસે લારીધારક યુવાનને બર્બરતા પૂર્વક માર મારીને PCR વાન સાથે રોડ પર 2 કિમી ઢસડ્યો હતો. પોલીસના મારથી યુવાનને માથામાં 15 ટાંકા આવ્યાં છે. 

પોલીસના મારથી યુવાનને માથામાં 15 ટાંકા આવ્યાં

મળતા અહેવાલ પ્રમાણે આ યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવાનના  શરીર પર પણ ઈજાના નિશાન છે. 

પોલીસકર્મીઓ દંડા લઈને યુવાન પર તૂટી પડ્યા હતા

આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને દંડાથી માર માર્યો હતો. ઉપરાંત જાણે કોઈ મોટો આરોપી હોય તે રીતના રોડ પર બેરહેમી પૂર્વક ઢસેડ્યો હતો. પહેલા યુવાનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×