गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના રાધનપુર: બાદરપુરાં ગામ ખાતે વીજપોલ ધરસાઈ થતાં જીવતા વીજવાયર પડતા ગામલોકો બન્યા ભયભીત: રાધનપુર UGVCL કર્મીઓ ફોન ઉપાડવામાં કરી રહ્યા છે મનમાની.

રાધનપુર UGVCL કર્મીઓ ની કામગીરી સામે અનેક સવાલો..વીજપ્રવાહ બંધ કરવા સરપંચ આજીજી કરતા રહ્યા પરંતુ વીજ કર્મીઓ દ્વારા આપી ખો.. કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ..!!!

ણ જિલ્લાના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.ત્યારે બાદરપુરા ગામે ભારે પવનને કારણે નુકસાનીના દ્રષ્યો સામે આવ્યા હતા. જેમાં ભારે પવનને કારણે ગામમાં રહેણાંક વિસ્તારમાં વૃક્ષો ધરાસાઈ થયા હતા તેમજ ગામમાં વીજપોલ ભાંગી જતા જીવતો વીજ વાયર તૂટીને નીચે પડતા ગામલોકો ભયભીત બન્યા હતા.

રાધનપુરના બાદરપુરા ગામે સાંજ સમયે ફૂંકાયેલ મીની વાવાઝોડાને કારણે વૃક્ષો જમીનદોસ્ત બન્યા હતા.તેમજ વીજપોલ ભાંગી જતા જીવતા વીજ વાયર તૂટીને નીચે પડ્યા હતા, જીવતા વીજવાયર રહેણાક વિસ્તારમાં તૂટીને પડતા લોકો વીજકરંટના ભયમાં મુકાયા હતા અને તાત્કાલિક વીજપ્રવાહ બંદ કરાવવા સરપંચને રાજુઆત કરી હતી, સરપંચ દ્વારા કોઈ દુર્ઘટના ના સર્જાય તે હેતુ થી તાત્કાલિક રાધનપુર

UGVCL ના કર્મીનો ટેલિફોનિક સંપર્ક કરી વીજપ્રવાહ બંધ કરવા જાણ કરી હતું પરંતુ અહીંયા રાધનપુર UGVCL ના કર્મીઓની ગંભીર બેદરકારી સામે આવે હતી. જેમાં સરપંચ ની ટેલિફોનિક વાત ચિતમાં રાધનપુર GEB ના હેલ્પર વીજપ્રવાહ બંધ કરવાની જગ્યા એ કહી રહ્યા છે કે મારી ડ્યુટી ઓફ થઈ ગઈ છે નાઈટ સ્વીફ્ટમાં આવશે તે હેલ્પર વીજપ્રવાહ બંધ કરશે, હું ના કરી શકું તેવું કહ્યું હતું તો સામે સરપંચ દ્વારા આજીજી કરવામાં આવી કે માત્ર વીજ પ્રવાવ

તાત્કાલિક બંદ કરવો બીજું કઈ નહીં, તમે ગામના હેલ્પર છો એટલે તમને કહ્યું છે, તમે ના ઓફ ડ્યુટીમાં છો પણ ફોન કરી અન્ય કર્મીને જાણ કરી વીજપ્રવાહ તાતકાલિક બંદ કરાવો નહીતો કોઈ દુર્ઘટના સર્જાસે પરંતુ રાધનપુર ugvcl કર્મીઓ કલાકો સુધી વીજપુરવઠો બંદ ના કર્યો અને એકબીજા પર ખો આપી સરપંચ ને ગલ્લા તલ્લાજ આપ્યા અને આખરે બે કલાક બાદ વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

બાદરપુરા ગામે જીવતો વીજવાયર તૂટીને નીચે પડેલ હતો ત્યારે વરસાદ ને કારણે જમીન પણ ભેજવાળી હતી આ દરમિયાન કોઈ પશુ કે માનવને વીજકરંટ લાગી દુર્ઘટના સર્જાયો હોય તો જવાબદારી કોની..! ત્યારે રાધનપુર UGVCL કર્મીઓ ની ઘોર બેદરકારીને કારણે બાદરપુરા ગામમાં લોકોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે અને જવાબદારી અધિકારી સામે કાયદાકીય અને કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ચોમાસુ હજુ શરૂ થયું છે અને શરૂઆતમાં જ રાધનપુર UGVCL કર્મીઓની મનમાની સામી આવી રહી છે ત્યારે

બાદરપુરા ગામે હજુતો માત્ર એકવીજપોલ ધરાસાઈ થયો છે પરંતુ હજુ પણ એવા કેટલા વીજપોલ અને વીજવાયર છે જે ઘટાદાર વૃક્ષોમાં દેખાતા પણ નથિ અને વરસાદ આવે તો વીજકરંટની ઘટના બને તે પ્રમાણે વીજવાયર વૃક્ષો ને વિટાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સત્વરે વીજલાઈન ને અડતા વૃક્ષોનું કટીંગ કરી પાણી પહેલા પાળ બાંધવાની જરૂર જણાય રહી છે.

UGVCL માં ડેપ્યુટી ઈજનેર અધિકારીએ એક પણ ફોન રિસિવ ના કર્યો :-

બાદરપુરા ગામે વીજપોલ પડવાની ઘટના બાબતે રાધનપુર UGVCL માં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા સૌરભભાઈ પટેલનો ટેલિફોનની સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અધિકારીએ એક પણ ફોન રિસિવ ના કર્યો ત્યારે સવાલ એ પણ થાય છે કે યોગ્ય સમયે જો મુખ્ય અધિકારી જ ફોન ના રિસીવ કરે તો કેટલું યોગ્ય.!!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×