क्राइमगुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

હારીજ સર્કલ ઓફિસરના નામે બે વચેટીયા રૂ .30 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

 

એસીબી દ્વારા કરાયેલી સફળ ટ્રેપ ને લઇ લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપીઓ: હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે બે વચેટીયાઓને એસીબી ટીમે રૂપિયા 30,000 ની લાંચ ની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લેતા હારીજ સકૅલ ઓફિસ સ્ટાફ સહિત સરકારી કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓ અનેકમૅચારી ઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ બાબતે મળતી હકીકત મુજબ હારીજમાં જમીનની વેચાણ નોંધ મંજૂર કરવા માટે સરકારી ઓફિસર વતી હારીજના રમેશભાઈ દલપતભાઈ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર દ્વારા અરજદાર પાસે રૂપિયા 60,000 ની માગણી કરવામાં આવી હતી. અરજદાર આ લાંચ ની રકમ આપવા તૈયાર ના હોય એસીબી ને ફરિયાદ કરતા. મહેસાણા એસીબી ટીમ દ્વારા છટકુ ગોઠવી હારીજ ના મેઈન બજારમાં પાલિકા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં બંને લાંચિયા વચેટીયા ઈસમોને રૂ. 30 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

હારીજ સર્કલ ઓફિસર વતી વચેટીયા ઈસમોએ લાંચ માંગી હોવાનું સામે આવતા હારીજ સર્કલ ઓફિસર સામે પણ શંકા સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો  સાભળવા મળ્યા હતાં.  તો એસીબી ની સફળ ટ્રેપ મામલે હારીજ સકૅલ ઓફિસ સહિત સરકારી કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓ અને કમૅચારીઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

એસીબી સફળ ટ્રેપમા ઝડપાયેલા રમેશભાઈ દલપતરામ અખાણી અને વિપુલ પ્રફુલભાઈ પરમાર ની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે. સફળ ટ્રેપ કરનાર અધિકારી તરીકે એસ.ડી.ચાવડા,પીઆઈ મહેસાણાએ.સી.બી.પો.સ્ટે.અનેસુપરવિઝન અધિકારી તરીકે એ.વી.પટેલ ઇ.ચા.મદદનીશ નિયામક,ગાંધીનગર એ.સી.બી. એકમ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×